Sunday, September 6


રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબરફ્રોડના કિસ્સામાં એપીએમસી સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટના કેસમાં વધુ ત્રણઆરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા મુખ્યમાસ્ટર માઈન્ડ પૈકીના એક તેમજ તેલંગાણાના વતની આદિલુદીન મહમદ તેમજ રાજકોટનાકુવાડવા રોડ પર રહેતા મિહિર રંગાણી અને રાજકોટ શહેર ખાતે જ રહેતા હિરેનલીંબાસીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમસેલની પ્રાથમિક તપાસમાં સસ્પેક્ટેડ એમાઉન્ટ 400 કરોડથી વધીને અંદાજિત 1500કરોડ રૂપિયા સુધી પહોંચી છે. તેમજ 1500 કરોડ પૈકી 23.14 કરોડ રૂપિયાની રકમબાબતે 1930 નંબર ઉપર 180 જેટલી સાયબર ફ્રોડ રિલેટેડ કમ્પ્લેન નોંધાઈ ચૂકીહોવાનું સામે આવ્યું છે. 23.14 કરોડ રૂપિયાની સાઇબર ફ્રોડની રકમ અંતર્ગત 2.94કરોડ જેટલી રકમ ગુજરાત રાજ્યમાંથી રિપોર્ટ થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ180 પૈકી 21 ફરિયાદો ગુજરાત રાજ્યની નોંધાઈ હોવાનું સાઇબર પોર્ટલ પરથી જાણવામળ્યું છે.રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યુંહતું કે, અગાઉ આ કેસમાં મનીષ કમાણી, જય નાદપરા, ઋષિ રૈયાણી, પ્રવિણસિંહ પરમાર,મયુરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાંઆવી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેલંગણા ખાતે રહેતા મોહમ્મદઆદિલુદ્દીન નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસ દ્વારા આદિલુદિલનીશોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તેલંગણા ખાતેથી ટેકનિકલ સર્વિલન્સતેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનીપ્રાથમિક તપાસમાં આદિલુદ્દીનનું મુખ્ય કામકાજ પોતાની નીચેની ચેનલમાં રહેલાવ્યક્તિઓના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું તેમજ તે પૈસા રોકડમાં મેળવીનેઆંગડિયા દ્વારા પોતાની ઉપરની ચેનલમાં રહેલા વ્યક્તિઓને મોકલવાનું હોવાનું સામેઆવ્યું છે. આદિલુદીન દ્વારા સાયબર ફ્રોડ સહિતના નાણા મેળવવા માટે અલ આદીન, અલમુનીર, અલ ફાઝીલ સહિતની પેઢીઓ બનાવવામાં આવી હતી. તેમજ તે પેઢીઓના પાંચ જેટલાએકાઉન્ટમાં આશરે 23 કરોડ જેટલી રકમ પણ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસતપાસમાં આરોપીઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, જીએસટી ફ્રોડ તેમજઇલીગલ ગેમિંગના પૈસા જમા કરાવતા હોવાનું સામે આવ્યું છે.પોલીસ દ્વારા હાલ ઝડપી પાડવામાં આવેલ મિહિર રંગાણી લોરીલ એગ્રી એક્સપોર્ટનામની પેઢી ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના બે એકાઉન્ટ એપીએમસી સાથેલિંકડ હોવાનું તેમજ બંને એકાઉન્ટમાં 87 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનુંસામે આવ્યું છે. જે પૈકી એક કરોડથી વધુની રકમ બાબતે સાયબર ફ્રોડની ફરિયાદનોંધાવવા પામી છે. હિરેન લીંબાસીયા મીડિયેટર હોવાનું પોલીસની તપાસમાં સામેઆવ્યું છે. હિરેન નું મુખ્ય કામકાજ મિહિર રંગાણી તેમજ મનીષ રામાણી હસ્તકનાતમામ બેન્ક એકાઉન્ટમાં લેવડ દેવડ કરવાનું હતું.રાજકોટ ગ્રામ્ય સાઈબર સેલ ની ટીમ દ્વારા સાયબર ફ્રોડની રકમ બાબતે તો તપાસકરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથો સાથ જીએસટી ફ્રોડની રકમ બાબતે પણ તપાસહાથ ધરવામાં આવી રહી છે.Thanks & Regards Ankit Popat



Source link

Share.
Leave A Reply

Exit mobile version